Site icon hindtv.in

ભાવનગરમાં ૨૧ કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ

ભાવનગરમાં ૨૧ કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ
Spread the love

ભાવનગરમાં ૨૧ કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ
૧૦ સભ્યોની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સાયબર ગુનાઓ ડામવા માટે શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત ભાવનગર પોલીસને મોટી સફળતા સાંપડી છે. ભાવનગર પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કરીને આ કેસમાં ૧૦ પૈકી ૦૯ આરોપીઓની ધરપકડ કરી છે.

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં મુખ્ય આરોપી દશરથ રામજીભાઈ ધાંધલ્યાએ અલગ-અલગ સંગઠિત ગેંગ બનાવી હતી. આરોપીઓ લોકોના બેન્ક એકાઉન્ટ ભાડેથી અથવા કમિશનના લાલચે મેળવી લેતા હતા. ત્યારબાદ આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા અને ઉપાડવા માટે કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આરોપીઓએ ૧૩૪ જેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને આશરે ૨૧,૩૭,૨૨,૧૯૭ રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું, NCRP પર આ ગેંગ વિરુદ્ધ ૨૭૨ જેટલી ફરિયાદો નોંધાયેલી છે, જેમાં ૮,૧૧,૮૧,૨૪૬ રૂપિયાની છેતરપિંડી સાબિત થઈ છે.

આ કેસની તપાસ ભાવનગર ગ્રામ્યના મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ ના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન પોલીસે નીચે મુજબની મહત્વની કામગીરી કરી છે, ૯ આરોપીઓની ધરપકડ કરીને ૧૮ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, હાલ તમામ આરોપીઓ જેલ હવાલે છે. ગુનામાં વપરાયેલ ૨૨ પાસબુક, ૨૨ ચેકબુક, ૩૭ ATM/ડેબિટ કાર્ડ અને ૧૨ સિમ કાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે. ૯.૩૮ લાખ રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી છે

Exit mobile version