સુરતમાં હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરી
જુની આરટીઓથી લઈ ઉધના દરવાજા સુધીનો રસ્તો બંધ
બિનજરૂરી હોર્ન વગાડવા ઉપર ચાલકોને સમજ આપવામાં આવી
સુરતમાં હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે જુની આરટીઓથી લઈ ઉધના દરવાજા સુધી 500 મીટરનો રસ્તો બંધ કરાયો છે.
સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુરતના મેટ્રોની કામગીરીને લઈ જૂની આરટીઓથી લઈ ઉધના દરવાજા સુધીનો 500 મીટરનો રસ્તો બંધ કરાયો હતો. સુરત જુની આરટીઓ મજુરાગેટથી કડીવાલ સર્કલ સુધી જતા રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેને લઈ નવી સિવિલ આવતા વાહન તથા અન્ય વાહન ચાલકોને 500 મીટરનો ચકરાવ લેવા મજબૂર બનવું પડ્યું છે. તો ડાયવર્ઝન કરતા બ્રિજ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી તેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરાઈ હતી. સાથે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે બિનજરૂરી હોર્ન વગાડવા ઉપર પણ વાહન ચાલકોને સમજ આપવામાં આવી હતી.

