પાક નુકશાનમાં સુરતના ખેડૂતોને કરોડો રૂપિયા ચુકવાયા
રાજ્ય સરકારે પાક નુકસાની બદલ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
સરકાર દ્વારા 5589 ખેડૂતોને 11.27 કરોડ ચૂકવાયા
પાક નુકશાનમાં સરકાર દ્વારા સુરતના ખેડૂતોને કરોડો રૂપિયા ચુકવાયા હોવાનુ ખેડૂત આગેવાન દ્વારા જણાવાયુ હતું.
સુરતના પાક નુકસાનમાં સરકાર દ્વારા 5589 ખેડૂતોને 11.27 કરોડ ચૂકવાયા છે. ખેડૂત આગોવનોએ સરકારની કામગીરીને વખાણી હતી. તો ખેડૂત આગેવા જયેશ દેલાડે જણાવ્યું કે છેલ્લા દિવસ સુધી કુલ 19,295 ખેડૂતોએ અરજી કરી હતી, બાકી ખેડૂતોને અઠવાડિયામાં ચૂકવણી થઈ જશે. ઓલપાડમાં સૌથી વધારે 4.91 કરોડ સહાય ચૂકવાઈ છે. સુરત શહેર અને જિલ્લામાં ગયા ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી અનેક ખેડૂત મિત્રોના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું. સરકાર દ્વારા ટૂંકા સમયમાં સર્વે કરી પ્રાથમિક તબક્કામાં જ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવણી શરૂ કરી દેવાઈ છે. માત્ર 10 દિવસમાં સુરત જિલ્લાના 5,589 ખેડૂતોનાં બેન્ક ખાતામાં કુલ 1127 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી છે. તાલુકા પ્રમાણે કરવામાં આવેલા વિતરણના આંકડા મુજબ ઓલપાડ તાલુકામાં સૌથી વધારે 2,006 ખેડૂતોને રૂ. 4.91 કરોડની સહાય ચૂકવાઈ છે. મહુવા, માંડવી અને ઉમરપાડા તાલુકા પણ સહાયમાં ટોચના ચાર તાલુકામાં છે.
રાજ્ય સરકારે પાક નુકસાની બદલ કૃષિ રાહત પેકેજ જાહેર કરતાં સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. અરજીની તારીખ લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી હતી. તો ખેતીવાડી વિભાગે આ અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી અને માત્ર 10 દિવસમાં 5,589 ખેડૂતોના ખાતામાં 11.27 કરોડની સહાય જમા કરી છે. આ ઝડપી ચૂકવણીને કારણે ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે. કોઈ ખેડૂત રાહ ન જુએ એ માટે સહાયની પ્રક્રિયા દિવસ-રાત ચલાવવામાં આવી રહી છે. જે-જે ખેડૂતની વિગતો પૂર્ણ થાય છે, તેમનાં ખાતામાં તરત સહાય જમા કરવામાં આવે છે. આગામી એક અઠવાડિયામાં બાકીના તમામ અરજદારોની સહાય પણ ચૂકવી દેવામાં આવશે.
