સુરત વેબ સિરિઝમાં કામ અપાવવાના બહાને કરોડોની ઠગાઈ
ઠગ યુવક યુવતિની અલથાણ પોલીસે ધરપકડ કરી
બંટી બબલી અલકા ઠાકુર અને વિવેક રોયની ધરપકડ કરી
સુરત વેબ સિરિઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયા પડાવી લેનાર ઠગ યુવક યુવતિની અલથાણ પોલીસે ધરપકડ કરી છે.
સુરતના વેપારી સાથે કરોડોની ઠગાઈ આચરનાર દિલ્હના બંટી બબલી ઝડપાયા છે. વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને સુરતના વેસુ ખાતે રહેતા સાડીના વેપારી પાસેથી દિલ્હીના ઠગ વિવેક રોય અને અલકા ઠાકુરએ 1.71 કરોડની ઠગાઈ આચરી હતી. જે મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ અલથાણ પોલીસે તપાસ હાથ ધરી ઠગ અલકા ઠાકુર અને વિવેક રોયની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

