Site icon hindtv.in

સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી

સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી
Spread the love

સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી
અમેરિકાની જાણીતી ડાયમંડ કંપનીના બાયર તરીકે ઓળખ આપી
છેતરપિંડીના કેસમાં ઇકો સેલે મોટી કાર્યવાહી કરી

સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં ઇકો સેલે મોટી કાર્યવાહી કરી હોય તેમ વર્ચ્યુઅલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી, અમેરિકાની જાણીતી ડાયમંડ કંપનીના બાયર તરીકે ઓળખ આપી હીરા વેપારીઓ પાસેથી કિંમતી હીરા મંગાવી ઠગાઈ આચરનાર ટોળકીના ઠગને ઝડપી પાડ્યો હતો.

સુરતનું હીરા બજાર વિશ્વભરમાં જાણીતું છે અને રેપનેટ જેવી ઓનલાઇન એપ્લિકેશન મારફતે સુરતના વેપારીઓ વિદેશમાં હીરાનું વેચાણ કરે છે. આ જ વ્યવસ્થાનો લાભ લઈ આરોપીઓએ હીરા વેપારીઓને નિશાન બનાવ્યા હતાં. આરોપીઓએ રેપનેટ પરથી સુરતની હીરા કંપનીઓના નામ, સરનામા, મોબાઇલ નંબર અને હીરાની વિગતો મેળવી હતી. ત્યારબાદ અલગ-અલગ વેબસાઇટ પરથી અમેરિકાની ડાયમંડ કંપનીઓ અને તેમના કર્મચારીઓની વિગતો, ફોટોગ્રાફ તથા કંપનીના લોગો મેળવવામાં આવ્યા હતા. આરોપીઓએ વિદેશી વર્ચ્યુઅલ મોબાઇલ નંબર મેળવી તેના આધારે અમેરિકાની ડાયમંડ કંપનીના કર્મચારીના ફોટા સાથે ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું. આ વોટ્સએપ નંબર પરથી સુરતના હીરા વેપારીઓનો સંપર્ક કરી પોતે અમેરિકાની જાણીતી કંપનીના બાયર હોવાનું જણાવી વિશ્વાસ કેળવવામાં આવતો હતો. ત્યારબાદ હીરા ખરીદવાની ડીલ કરવામાં આવતી અને સાત દિવસમાં પેમેન્ટ કરવાની શરતે હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોક ખાતે મંગાવવામાં આવતા હતા.

હીરા વિદેશ પહોંચી ગયા બાદ વર્ચ્યુઅલ મોબાઇલ નંબર બંધ કરી દેવામાં આવતો અને વેપારીઓને પેમેન્ટ ચૂકવવામાં આવતું નહોતું. આ રીતે ફરિયાદી સહિત અન્ય ભોગ બનનાર વેપારીઓ પાસેથી કુલ 5 લાખ 34 હજાર 220 અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે 4 કરોડ 80 લાખ 79 હજાર 800નું પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરાઈ હોય આ મામલે ઈકો સેલ પોલીસે તપાસ હાથ ધરી ટોળકીના મુખ્ય સુત્રધાર નિતીન કુમાર ઉર્ફે કાનો પ્રભુભાઈ વડછકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો

Exit mobile version