Site icon hindtv.in

સુરતના અમરોલી-છાપરા વિસ્તારમાં મગર ફસાઈ

સુરતના અમરોલી-છાપરા વિસ્તારમાં મગર ફસાઈ
Spread the love

સુરતના અમરોલી-છાપરા વિસ્તારમાં મગર ફસાઈ
તાપી નદી કિનારે માછલી પકડવાની જાળમાં એક મગર ફસાઈ
ગરનું સફળ રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપ્યો

સુરતના અમરોલી-છાપરા વિસ્તારમાં તાપી નદી કિનારે માછલી પકડવાની જાળમાં એક મગર ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટને થતાં સ્વયંસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું સફળ રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપ્યો હતો.

સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈ તાપી નદીમાં આવેલા નવા નીર સાથે મગર પણ આવી ગયુ હોય સુરતના અમરોલી-છાપરા વિસ્તારમાં તાપી નદી કિનારે માછલી પકડવાની જાળમાં એક મગર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર થતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક મગરનું સફળ રેસ્ક્યૂ કરી તેને સલામત રીતે બહાર કાઢ્યો અને બાદમાં વન વિભાગને હવાલે કર્યો. આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

Exit mobile version