Site icon hindtv.in

ગોડાદરામાં મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો

ગોડાદરામાં મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો
Spread the love

ગોડાદરામાં મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો
મોબાઈલ સ્નેચિંગના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી 8 મોબાઈલ કબજે કર્યા
આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગોડાદરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આઠ મોબાઈલ સાથે રીઢાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત 16 સપ્ટેમ્બરના રોજ ગોડાદરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગની ઘટના બની હતી. જે અંગે ફરિયાદ નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી રીઢા મોબાઈલ સ્નેચર પુનારામ ઉર્ફે પ્રકાશ જોગારામ રબારીને ઝડપી પાડી તેની પાસેથી ગોડાદરા વિસ્તારમાં સ્નેચીંગ કરાયેલો મોબાઈલ તથા અન્ય મોબાઈલમળી આઠ મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version