Site icon hindtv.in

ભાવનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ
Spread the love

ભાવનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ
રોકડ ૭,૨૫૦ સહિત કુલ ૩૭,૨૫૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપ્યો

ભાવનગરમાં રોકડ ૭,૨૫૦ સહિત કુલ ૩૭,૨૫૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગરમાં પોલીસ મહાનિરીક્ષકએ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ. ઝલાઈ તા.૨૯ ના રોજ ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ઇજાન ઉર્ફે બાબા ફિરોજભાઇ શેખ તથા સલમાન ઉર્ફે મોદી અફઝલભાઇ જાકા, તખ્તેશ્વર મંદિરની દિવાલ પાસે કાળા કલરનું સ્પ્લેન્ડર આગળના ભાગે રાજશકિત તથા તુટેલ નંબર પ્લેટવાળું અને પાછળના ભાગે રજી.નંબર- GJ-04-EB 3080 લખેલ મોટર સાયકલ લઇને ઉભા છે. તેઓ પાસે રોકડ રકમ છે. જે મોટર સાયકલ તથા રોકડ રકમ તેઓ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં ઉપરોકત વર્ણનવાળા ઇસમો નીચે મુજબના મોટર સાયકલ તથા રોકડ રકમના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં તેઓની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે કોઇ આધાર કે રજી.કાગળો નહિ હોવાનું જણાવી ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.જે નીચે મુજબનો મુ્દ્દામાલ તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તેઓની ધરપકડ કરવામાં આવેલ

Exit mobile version