Site icon hindtv.in

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 3 વર્ષથી ફરાર ઠગાઈનો આરોપી ઝડપાયો

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 3 વર્ષથી ફરાર ઠગાઈનો આરોપી ઝડપાયો
Spread the love

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 3 વર્ષથી ફરાર ઠગાઈનો આરોપી ઝડપાયો
કાપોદ્રા પોલીસના ઠગાઈ કેસમાં 3 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા, ઠગાઈના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે કાપોદ્રા પોલીસ મથકમાં ત્રણ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ખુન ખુનની કોશિષ તથા ધાડ લુંટ સ્કોડની ટીમે બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2023થી એટલે કે ત્રણ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પાર્થ દિનેશ ચાવડાને મોટા વરાછા ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version