સુરતના પાલનપુર પાટીયા મહાદેવ ફળિયા વિસ્તારમાં દેશી દારૂ
દેશી દારૂના વેચાણ પર જનતા રેડ બાદ પોલીસે સ્થળે દોડી
દારૂનો વેપલો કરનાર યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલની ધરપકડ
સુરતના પાલનપુર પાટીયા મહાદેવ ફળિયા વિસ્તારમાં દેશી દારૂના વેચાણ પર જનતા રેડ બાદ પોલીસે સ્થળે દોડી જઈ દારૂનો વેપલો કરનાર બુટલેગરની ધરપકડ કરી હતી.
સુરતના પાલ પોલીસ મથકની હદમાં પાલનપુર પાટીયા મહાદેવ ફળિયા ખાતે ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોએ જનતા રેડ કરી હતી. મહિલાઓ દ્વારા કરાયેલી જનતા રેડની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી બુટલેગર યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ ને પકડી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. તો આરોપી વિરૂદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાની સાથે પાલ પોલીસે અત્યાર સુધી પાલનપુર ગામમાં 32 વખત દરોડા પાડ્યા હોવાનુ અને વર્ષ 2025માં પાલ પોલીસે પ્રોહિબિશનના 330 કેસ કર્યા હોવાનુ એસીપીએ જણાવ્યુ હતું.

