સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડની 120 બેઠકોની આજે મતગણતરી
એકાદ બે વોર્ડ બાદ કરતા સમગ્ર શહેરમાં ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત
એકંદરે ચારેકોર કમળ ખિલ્યુ હોય તેવા દ્રશ્યો
સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી કરાતા જ ભાજપનુ કમળ ખીલી ઉઠ્યુ હતું. એકાદ બે વોર્ડ બાદ કરતા સમગ્ર શહેરમાં ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થતા ભાજપીઓમાં વિજય સરઘસ કાઢ્યા હતાં.
સુરતમાં ભારતીય જનતા પાર્ટીએ ગઢ જાળવી રાખ્યુ છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહેલા શબ્દો ખરા પડ્યા હોય તેમ વિપક્ષ આમ આદમી પાર્ટી પોતાની 27 બેઠકો જાળવી રાખવામાં નિષ્ફળ નિવડી છે. જો કે આ વખતે સુરતમાં કોંગ્રેસે એક બેઠક મેળવી ખાતુ ખોલાવ્યુ છે. સુરતને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ બનાવી રાખ્યુ છે. ત્યારે સુરતમાં એકંદરે ચારેકોર કમળ ખિલ્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. તો ભાજપના જીતેલા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો. જેમાં જનમેદની અને સમર્થકો ઉમટી પડ્યા હતાં.

