Site icon hindtv.in

સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી

સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી
Spread the love

સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી
બાઈક ચાલકોને રાંદેર પોલીસે સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા
જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી કર્યું કાર્ય

સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઈક ચાલકોને રાંદેર પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતાં.

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઈક ચાલકોની સેફટી ને ધ્યાનમાં રાખી બાઈક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. સુરતની રાંદેર પોલીસે જિંદગી જીવ દયા અભિયાન ટ્રસ્ટ અને રાંદેર પોલીસની ટીમે અડાજણ ઋષભ ચાર રસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા તેમને બાઈક પર સેફ્ટી ગાર્ડ લગાવી અને ઉતરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઉતરાયણ પર્વમાં ઘાતક ચાઈનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું.

Exit mobile version