Site icon hindtv.in

સુરતમાં લાંચીયા સરકારી બાબુઓ એસીબીના હાથમાં

સુરતમાં લાંચીયા સરકારી બાબુઓ એસીબીના હાથમાં
Spread the love

સુરતમાં લાંચીયા સરકારી બાબુઓ એસીબીના હાથમાં
ઉધના ઝોનમાં આસિસ્ટન્ટ ઈજનેરને 45 હજારની લાંચ લેતા ઝડપાયા
આરોપી જીજ્ઞેશ મોદીએ 45 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારી

સુરતમાં લાંચીયા સરકારી બાબુઓ વારંવાર એસીબીના હાથમાં ઝડપાઈ રહ્યા છે ત્યારે ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેરને 45 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડતા લાંચીયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇઈજનેર જીજ્ઞેશભાઇ નટવરલાલ મોદી ને 45 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતો. વાત એમ છે કે ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઇન નાખવાનું કામ પૂર્ણ કર્યું હતું. આ કામના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ આરોપી જીજ્ઞેશ મોદીએ 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે 45 હજાર રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. અને ટ્રેપ દરમિયાન આરોપી જીજ્ઞેશ મોદીએ ફરિયાદી પાસેથી 45 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. ત્યારબાદ એ.સી.બી.ની ટીમે ઉધના સાઉથ ઝોન ઓફિસની બહાર રોડ સાઇડ પરથી આરોપીને રંગેહાથ ઝડપી પાડતા લાંચીયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Exit mobile version