Site icon hindtv.in

આદિવાસીઓ ઉપર થયેલ દમનના આક્ષેપોને લઈરેલી

આદિવાસીઓ ઉપર થયેલ દમનના આક્ષેપોને લઈરેલી
Spread the love

આદિવાસીઓ ઉપર થયેલ દમનના આક્ષેપોને લઈરેલી
સોનગઢ ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી.
વાંસદાના ધારાસભ્ય, વ્યારાના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇમાં 14 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા આંદોલનકારીઓ પર દમન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સોનગઢમાં અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ રેલી નીકળી હતી.

પોલીસ દ્વારા આંદોલનકારીઓ પર દમનને પગલે નીકળેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલા લેવાની માંગણીનો હતો. સોનગઢમાં વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ડેમ બચાવો સંઘર્ષ સમિતિએ પોલીસનાં અત્યાચાર વિરુદ્ધ રેલી યોજી હતી. આ રેલીમાં આદિવાસી સમાજનાં હજારો લોકો વરસતા વરસાદમાં પણ જોડાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલા લેવાની માંગણી કરવાનો હતો. 14 ઓગસ્ટે પાર-તાપી નર્મદા રિવર લીંક પ્રોજેક્ટનાં વિરોધમાં યોજાયેલી રેલી સાથે જોડાયેલો છે. ધરમપુરની આ રેલીમાં જોડાવા જઈ રહેલા ડાંગનાં આદિવાસીઓને ડાંગ પોલીસે પ્રવેશદ્વાર વઘઇમાં અટકાવ્યા હતા. આદિવાસી સમાજ વિશે ખોટી માનસિકતા ધરાવતા કોઈપણ અધિકારી અમને અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી. આવનારા સમયમાં અમે ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાના છે ત્યારે પણ જો કોઈ એવા અધિકારી હશે તો અમે ચલાવી લઈશું નહીં. અમે ડેમમાં પણ એક ઈંચ જમીન કે એક ટીપુ પાણી આપવાના નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version