સુરત : પીપોદરાગામની હદમા કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
૧૦,૨૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ
આરોપીઓ તથા ચોરીનો માલ ખરીદનાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી
સુરત જિલ્લાના પીપોદરાગામની હદમા બનેલ કોપર વાયર ચોરી ના વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ કોપરનો જથ્થો સહીત કુલ.૧૦,૨૬,૦૦૦/- મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને દબોચી લેતી સુરત જિલ્લાપોલીસ.
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા બનેલ વણશોધાયેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જેમા તાજેતરમા કોસંબા પોલીસ સ્ટેશન હદ્દમા પીપોદરા વિસ્તારમા તા.૨૧/૦૮/૨૦૨૫ ના કલાક ૦૧/૧૬ થી કલાક ૦૩/૫૧ વાગ્યા એકટીવ ઇલેકટ્રીકલ્સ ફેકટરી આરાધના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમોટી કેનાલ રોડ શુભમ ટેક્ષટાઇલ્સના ગેટ પાસે પીપોદરા ખાતેથી બે અજાણ્યા ઈસમો ગ્રીલ તોડી કંપનીમાંથી ટ્રાન્સફોર્મરમાં વપરાતા કોપર વાઇડીંગ વાયરના બોક્ષ કુલ-૩૦ જેનું કુલ્લે વજન.૯૭૯ કિલોગ્રામ જેની કિ.રૂ.૮,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ ચોરી થવા બાબતે કોસંબા પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો હતો. જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરતગ્રામ્ય તથા એમ.આર.શકોરીયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો, સુરત ગ્રામ્ય તથા ડી.એલ.ખાચર, પોલીસ ઇન્સ્પેક્ટર, કોસંબા પોલીસ સ્ટેશન ઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ તથા કોસંબા પોલીસના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત બનેલ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા માટે એકશન પ્લાન તૈયાર કરેલ. જેના આધારે જિલ્લા એલ.સી.બી ના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા કોસંબા પો.સ્ટેના પો.સ.ઈ જી.એચ.પઢીયાર નાઓ જિલ્લા એલ.સી.બી/પેરોલ તથા કોસંબા પોલીસના માનસોની અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલ ગુનામા સંડોવાયેલ આરોપીઓ તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા માટે તમામ ટીમોને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામા સઘન વર્કઆઉટકરી પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી શાખાના હે.કો અનિલ રામજીભાઈ તથા હે.કો વિપુલ નાનજીભાઈ કોસંબા પો.સ્ટે નાઓને સયુક્ત રીતે અંગત હ્યુમન ઇન્ટેલીજંસ થકી ચોક્કસ માહિતી મળેલ કે, તાજેતરમા કોસંબા પો.સ્ટે હદ્દમા પીપોદરાગામની હદમાથી કોપર વાયર ચોરી થયેલ જે ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા માટે એક ટેમ્પો નં. GJ-06-AV-3504 મા ભરી જેની આગળ એક મારૂતી સ્વિફ્ટ કાર નં.HR-51CG-8443 પાયલોટીંગ કરી અંકલેશ્વર તરફ વેચાણ કરવા જનાર છે, જે હકિકતના આધારે જિલ્લા એલ.સી.બી તથા કોસંબા પોલીસની ટીમ દ્વારા ને.હા.નં.૪૮ ઉપર કોસંબા બ્રીજ ઉતરતા રોડ ઉપર નાકાબંધી કરી હકિકત મુજબના વાહનો આવતા ઝડપી પાડી બાતમી મુજબના ટેમ્પોમા તપાસ કરતા ચોરીમા ગયેલ કોપર વાયરનો જથ્થો મળી આવતા પકડાયેલ ઈસમોને સઘન પુછપરછ કરતા ઉપરોકત ગુનો હોવાનુ અને આ ચોરીનો કોપરનો વાયરનો જથ્થો અંકલેશ્વર ખાતે વેચાણ કરવા જતા હોવાની કબુલાત કરતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓ તથા ચોરીનો માલ ખરીદનાર આરોપીઓ વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

