ભાવનગર:ચિત્રા જીઆઈડીસીમાં રૂ.1.23 લાખની કોપર ચોરી
બોરતળાવ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા
કારખાનામાંથી કોપર ચોરીનો ભેદ ઉકેલાયો
ભાવનગરના ચિત્રા GIDCમાં કારખાનામાંથી રૂ.1.23 લાખના કોપરની ચોરી, બોરતળાવ પોલીસે 3 આરોપીઓને પકડ્યા
ભાવનગરના ચિત્રા GIDC વિસ્તારમાં આવેલ ‘ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટિંગ’ નામના કારખાનામાંથી રૂ.1,23,200ની કિંમતના કોપરના રિલ, હુક, વાયર અને કાસ્ટિંગની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે જેમાં બેંક કોલોનીમાં રહેતા વેપારી નરેશભાઈ કાનજીભાઈ ડોડીયાએ આ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ સમગ્ર ઘટના કારખાનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, પોલીસ તપાસ દરમિયાન મળેલ બાતમી અને સીસીટીવીના આધારે બોરતળાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ ધવલભાઇ બુધ્ધદેવ દવે ઉં.વ.37, મારૂતીનગર, ધર્મેશ ઉર્ફે ગુલીયો રાજુભાઇ વસાવા ઉં.વ.21, મફતનગર, રુવાપરી રોડ અને અજય ઉર્ફે ઘીચી ગોપાલભાઇ વસાવા ઉં.વ.20, મફતનગર, રુવાપરી રોડને BNS ની જુદી જુદી કલમ મુજબ ધરપકડ કરી લીધી છે, પોલીસે ત્રણેય આરોપીઓની ધોરણસર અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી માટે રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે.

