Site icon hindtv.in

માંડવી પ્રાંત ઓફિસ ખાતે સંકલન સમિતિની બેઠક

માંડવી પ્રાંત ઓફિસ ખાતે સંકલન સમિતિની બેઠક
Spread the love

માંડવી પ્રાંત ઓફિસ ખાતે સંકલન સમિતિની બેઠક
વર્તમાન ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેઠક

માંડવી પ્રાંત ઓફિસ ખાતે આજરોજ ધારાસભ્ય કુંવરજી હળપતિ અને પ્રાંત અધિકારી કૌશિક જાદવની ઉપસ્થિતિમાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

માંડવી પ્રાંત ઓફિસ ખાતે બેઠકમાં માંડવી તથા અરેઠ, માંગરોળ, ઉમરપાડા તાલુકાના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના વિકાસલક્ષી કાર્યો, પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ, વિભાગો વચ્ચે સુમેળભર્યા સંકલન તેમજ જનહિતના પ્રશ્નોના ઝડપી અને સમયસર નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વર્તમાન ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારે વરસાદને કારણે કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટે તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. જરૂરી સંકલન જળવાઈ રહે તે માટે કંટ્રોલ રૂમ જેવી વ્યવસ્થા કાર્યરત રાખવા તેમજ લોકોને સમયસર સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી..

Exit mobile version