Site icon hindtv.in

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં દીક્ષાંત સમારોહ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં દીક્ષાંત સમારોહ
Spread the love

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં દીક્ષાંત સમારોહ
ગોવિદભાઈ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા
વિધાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સુરત દ્વારા શનિવાર, 22 ઓગસ્ટ 2026 ના રોજ કમો દીક્ષાંત સમારોહ યોજાયો. આ પ્રસંગે ગોવિદભાઈ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા, જ્યારે અનુરાગ કુમાર અને ડૉ. ધનંજય ગોર વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

IIT સુરતના ચેરપર્સન સી.પી.ગુરનાની તેમજ ડિરેક્ટર પ્રો. રાજીવ શૌરીએ ડિગ્રી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભ કામનાઓ પાઠવી હતી. તેમજ તેઓ સંસ્થાનું નામ રોશન કરે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.5મા દીક્ષાંત સમારોહ દરમિયાન કુલ 156 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી, જે તેમની શૈક્ષણિક સફરની સફળ પૂર્ણતા અને વ્યાવસાયિક જીવનના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક બન્યું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિમાં ફેકલ્ટીના માર્ગદર્શન, પરિવારના સહયોગ અને IIIT7 સુરતના સમગ્ર સમુદાયના સહકારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. IIIT સુરતે તમામ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.સમારોહ દરમિયાન શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ કાવડ મીત ધીરુભાઈ અને દેસાઈ રોહન સાગર ને સુવર્ણ ચંદ્રક, જ્યારે અમન કુમાર અને અનિરુદ્ધ અગ્રવાલ ને રજત ચંદ્રક એનાયત કરવામાં આવ્યા.

5 મો દીક્ષાંત સમારોહ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે ગૌરવપૂર્ણ અને યાદગાર પ્રસંગ બન્યો. આ પ્રસંગે વિધાર્થીઓની મહેનત, દૃઢતા અને શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી સાથે ટેક્નોલોજી, નવીનતા અને સંશોધન ક્ષેત્રે પ્રતિભાશાળી વ્યાવસાયિકો અને ભવિષ્યના નેતાઓને ઘડવા માટે IIIT સુરતની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરી.

Exit mobile version