Site icon hindtv.in

સુરતના ઉધના વિસ્તારમાં ધર્મ પરિવર્તન

સુરતના ઉધના વિસ્તારમાં ધર્મ પરિવર્તન
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં ધર્મ પરિવર્તન
હિંદુ સંગઠનો દ્વારા સ્થળે દોડી જઈ કાર્યક્રમ બંધ કરાવાયો
હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું

સુરતના ઉધના વિસ્તારમાં સત્ય નગર ખાતે ધર્મ પરિવર્તન કરાતુ હોવાની માહિતીને લઈ હિંદુ સંગઠનો દ્વારા સ્થળે દોડી જઈ કાર્યક્રમ બંધ કરાવાયો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સત્ય નગરમાં ગેરકાયદે રીતે ધર્મ પરિવર્તન કરાવવાનું કાર્ય ચાલી રહ્યું હોવાની માહિતી મળતા હિંદુ સંગઠનના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિનો વિરોધ કરી તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યો હતો. તો ઘટનાની જાણ થતા ઉધના પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાં મોટા લોકો સાથે નાના બાળકો પણ હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો, પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે.

Exit mobile version