Site icon hindtv.in

રાજકોટ મોબાઈલ ચોર અને માલિક વચ્ચેની વાતચીત

રાજકોટ મોબાઈલ ચોર અને માલિક વચ્ચેની વાતચીત
Spread the love

રાજકોટ મોબાઈલ ચોર અને માલિક વચ્ચેની વાતચીત
ચોરી કર્યા બાદ મોબાઈલ પરત આપવાની કરી ઓફર.
500 રૂપિયા આપી મોબાઈલ લઈ જવાની કરી ડીલ.

રાજકોટ જિલ્લાના વીરપુરમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક તસ્કરે મોબાઈલ ફોન ચોર્યા બાદ તેના માલિકના સગા-સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટ વીરપુરના ભુલેશ્વર નગર ખાતે રહેતા વિજયભાઈ કાનજીભાઈ ભાલાળા નવરંગ ગેસ્ટ હાઉસમાં નોકરી કરે છે. ગત 22 ઓક્ટોબરે રાત્રિના સમયે તેઓ ગેસ્ટ હાઉસમાં ઓફિસની બાજુના રૂમમાં સૂતા હતા. તેમણે પોતાનો મોબાઈલ ફોન ઓશિકા નીચે રાખ્યો હતો. આ જ તકનો લાભ ઉઠાવીને એક અજાણ્યો શખ્સ ગેસ્ટ હાઉસમાં દાખલ થયો અને વિજયભાઈના ઓશિકા નીચેથી સાવચેતીપૂર્વક મોબાઈલ સેરવીને ફરાર થઈ ગયો. ચોરે મોબાઈલ ચોર્યા બાદ તેમાંથી જ માલિકના સગા-સંબંધીઓને ફોન કરવાનું શરૂ કર્યું. તસ્કરે ફોન પરત આપવાની લાલચ આપી અને બદલામાં પૈસાની માંગણી કરી હતી

ગેસ્ટ હાઉસના કર્મચારીએ ચોરને પકડવાની અથવા મોબાઈલ પરત મેળવવાની આશાએ ચોરના કહ્યા પ્રમાણે 300 રૂપિયા ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર પણ કર્યા હતા. જોકે, પૈસા મળ્યા બાદ પણ તસ્કરે મોબાઈલ પરત આપ્યો ન હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version