સુરતથી મહારાષ્ટ્ર વચ્ચે ચાલતી લક્ઝરી બસ વિવાદ
બસ ક્લીનર પર ચપ્પુ વડે હુમલો કરાયો
ઈજાગ્રસ્ત કિરણ પાટીલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ
હુમલા પાછળ સાઈરથ લક્ઝરીના માલિક હિતેશ રાજપૂત
સુરતથી મહારાષ્ટ્ર વચ્ચે ચાલતી લક્ઝરી બસ સંચાલકો વચ્ચે જાણે વોર ચાલી રહ્યુ હોય તેમ બસ ક્લીનર પર ચપ્પુ વડે હુમલો કરાતા નવી સિવિલમાં ખસેડાયો હતો.
સુરતથી મહારાષ્ટ્ર વચ્ચે ચાલતી ખાનગી લક્ઝરી બસ સેવામાં ફરી વિવાદ આવી હોય તેમ લક્ઝરી બસ સંચાલકો વચ્ચે વોર સામે આવ્યો છે. શ્રી હરિ ટૂર એન્ડ ટ્રાવેલ્સના ક્લીનર કિરણ પાટીલ પર કડોદરા ખાતે સર્વોત્તમ હોટલ પિકઅપ પોઈન્ટ પાસે ચાકુ વડે હુમલો કરાયો હતો. જેથી તાત્કાલિક ઈજાગ્રસ્ત કિરણ પાટીલને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તો ક્લીનર કિરણ પાટીલએ હુમલા પાછળ સાઈરથ લક્ઝરીના માલિક હિતેશ રાજપૂતનું નામ લીધું હતુ. અને તે અગાઉ સાઈરથ લક્ઝરીમાં નોકરી કરતો હોવાની પણ કબુલાત કરી હીત. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

