Site icon hindtv.in

સુરતના નાસીરનગર કથિત ગેરકાયદે ડીમોલેશન મામલે વિવાદ

સુરતના નાસીરનગર કથિત ગેરકાયદે ડીમોલેશન મામલે  વિવાદ
Spread the love

સુરતના નાસીરનગર કથિત ગેરકાયદે ડીમોલેશન મામલે વિવાદ
ગોતાલાવાડી ટેનામેન્ટમાં સ્થળાંતર કરવાની ચર્ચા
રહેવાસીઓએ મનપા કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો

સુરતના નાસીરનગર કથિત ગેરકાયદે ડીમોલેશન મામલે હવે નવો વિવાદ સામે આવ્યો છે. અસરગ્રસ્ત પરિવારોને ગોતાલાવાડી ટેનામેન્ટમાં સ્થળાંતર કરવાની ચર્ચા વચ્ચે ગોતાલાવાડીના રહેવાસીઓએ મનપા કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો છે.

સુરતના નાસીરનગર ડીમોલેશન મામલો દિવસેને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. હવે સમગ્ર ઘટનામાં અશાંતધારાનો મુદ્દો કેન્દ્રસ્થાને આવ્યો છે. નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારોને ગોતાલાવાડી ટેનામેન્ટમાં શિફ્ટ કરવાની વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા વચ્ચે ગોતાલાવાડીના સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં રહેવાસીઓ સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે ગોતાલાવાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવાથી નાસીરનગરના અસરગ્રસ્તોને અહીં વસાવવાની પ્રક્રિયા કાયદાકીય રીતે કેવી રીતે શક્ય બની શકે તે મોટો પ્રશ્ન છે. રહેવાસીઓએ મનપા સમક્ષ માંગ કરી છે કે ગોતાલાવાડી ટેનામેન્ટમાં નાસીરનગરના પરિવારોને ન વસાવવામાં આવે. આ મુદ્દે હવે મનપા અને તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Exit mobile version