Site icon hindtv.in

સુરતમાં એમ્બ્રોડરી ઉદ્યોગમાં રવિવારની રજાને લઈને વિવાદ

સુરતમાં એમ્બ્રોડરી ઉદ્યોગમાં રવિવારની રજાને લઈને વિવાદ
Spread the love

સુરતમાં એમ્બ્રોડરી ઉદ્યોગમાં રવિવારની રજાને લઈને વિવાદ
શ્રમિકોનો આક્ષેપ: રવિવારની રજાની માંગ સ્વીકારાતી નથી
કેટલાક શ્રમિકોને છૂટા કરાયા હોવાના આક્ષેપથી મામલો ગરમાયો
છૂટા કરાયેલા શ્રમિકો વતન પરત ફરી રહ્યા હોવાનો દાવો

સુરતમાં એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકો અને કારખાનેદારો વચ્ચે રવિવારની રજાને લઈને વિવાદ વકર્યો હોય તેમ શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો કે રવિવારની રજાની માંગણી સ્વીકારવામાં આવતી નથી અને કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. જેના પગલે છૂટા કરાયેલા શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા હોવાનુ જણાવ્યુ હતું.

સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં રવિવારની રજાને લઈને શ્રમિકો અને કારખાનેદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. શ્રમિકો દ્વારા રવિવારે સાપ્તાહિક રજાની માંગણી કરવામાં આવી રહી છે. જોકે, કારખાનેદારો આ માગણી સ્વીકારવા તૈયાર ન હોવાનો શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે કારખાનેદારો દ્વારા આગામી 10 ઓક્ટોબરે મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, રવિવારની રજાની માંગણીને લઈને કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હોવાનો યુનિયન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. છૂટા કરાયેલા શ્રમિકો સુરત છોડીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મજદૂર યુનિયનની માંગ છે કે કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનું પાલન કરવામાં આવે અને 10 ઓક્ટોબરની બેઠક રદ કરવામાં આવે. યુનિયનના જણાવ્યા મુજબ જો બેઠક રદ નહીં કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

Exit mobile version