Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકામાં કુતરાઓના ખસીકરણને લઈ વિવાદ

સુરત મહાનગર પાલિકામાં કુતરાઓના ખસીકરણને લઈ વિવાદ
Spread the love

સુરત મહાનગર પાલિકામાં કુતરાઓના ખસીકરણને લઈ વિવાદ
સુપ્રિમ કોર્ટની આક્રમક કાર્યવાહીની ટકોર
ખસીકરણને લઈ કોન્ટ્રાક્ટરને નોટીસ ફટકારતા કામગીરી શરૂ

સુરત મહાનગર પાલિકાના માર્કેટ ખાતા અને કોન્ટ્રાક્ટર વચ્ચે કુતરાઓના ખસીકરણને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે. સુપ્રિમ કોર્ટની આક્રમક કાર્યવાહીની ટકોર વચ્ચે પાલિકા દ્વારા કુતરાઓના ખસીકરણને લઈ કોન્ટ્રાક્ટરને નોટીસ ફટકારતા કામગીરી શરૂ કરાઈ હતી.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને ડોગ બાઈટના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. શહેરમાં ચાલુ વર્ષે માત્ર સાડા ચાર મહિનામાં જ 18,00થી વધુ ડોગ બાઈટના કેસો નોંધાયા છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પાલિકાના ભેસ્તાન ખાતે આવેલા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે. છેલ્લા ચાર મહિનાથી અહીં ફરજ બજાવતા ડોક્ટરોને વેતન ન ચૂકવાયું હોવાને કારણે તબીબોએ કૂતરાઓના ખસીકરણની કામગીરી બંધ કરી દીધી છે અને કેન્દ્ર સુમસામ પડ્યું છે. આ ગંભીર મામલે મહાનગરપાલિકાએ ઈજારદારને નોટિસ આપવાની કડક પ્રક્રિયા હાથ ધરી છે.

ડોક્ટર રામ દિગ્વિજય માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ રસીકરણ, ખસીકરણનું કામ બંધ હતું તે તેમનો ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો અને આજથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી દેવામાં આવી હતી અને તેની પેનલ્ટી પણ લેવામાં આવે છે. ડોક્ટર દિગ્વિજય વધુમાં કહ્યુ હતુ કે દરરોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે. 3 ડોક્ટરની ટીમ છે. છ સ્કેચિંગ ટીમ છે. જે દરરોજ સ્કેટિંગ કરે છે અને દરરોજ 50થી 60 રસીકરણ, ખસીકરણ કરવામાં આવે છે અને મહિને 1200નો ટાર્ગેટ આપવામાં આવેલો છે.

Exit mobile version