Site icon hindtv.in

સુરત સચિનમાં ઉધારમાં સિગારેટ નહી આપવાના મુદ્દે બબાલ

સુરત સચિનમાં ઉધારમાં સિગારેટ નહી આપવાના મુદ્દે બબાલ
Spread the love

સુરત સચિનમાં ઉધારમાં સિગારેટ નહી આપવાના મુદ્દે બબાલ
આરોપી અંકિતે દુકાનદારને બેફામ માર માર્યો
પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

સચિન વિસ્તારમાં ડીલક્ષ સોડા શોપ નામની દુકાન ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન, તેમની પડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર 24માં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડીલક્ષ સોડા શોપ પર પહોંચ્યો હતો. આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માગણી કરી હતી. દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી. જે ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે આોપી અંકિતને ઝડપી પાડ્યો હતો અને તેને કાદાાનુ ભાન કરાવતા બે હાથે કાન પકડી માફઈ માંગી હતી.

Exit mobile version