Site icon hindtv.in

સુરત મહાનગરપાલિકાની સભામાં નાસ્તાના ખર્ચને લઈને વિવાદ

સુરત મહાનગરપાલિકાની સભામાં નાસ્તાના ખર્ચને લઈને વિવાદ
Spread the love

સુરત મહાનગરપાલિકાની સભામાં નાસ્તાના ખર્ચને લઈને વિવાદ
માત્ર દોઢ કલાકની સભામાં ભજિયા-નાસ્તા પાછળ એક લાખના ખર્ચનો આક્ષેપ
મનપાની સભામાં નાસ્તાના ખર્ચ મુદ્દે રાજકીય ગરમાવો

સુરત મહાનગર પાલિકાની સભામાં નાસ્તાના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો હોય તેમ માત્ર દોઢ કલાક ચાલેલી સભામાં ભજિયા અને નાસ્તા પાછળ એક લાખ રૂપિયાનો ખર્ચ થયાનો આક્ષેપ કરાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

સુરત મહાનગર પાલિકામાં વિકાસના મુદ્દાઓ કરતાં હવે ભજિયા અને નાસ્તાના ખર્ચની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. મનપાની માત્ર દોઢ કલાકની સભામાં એક લાખ રૂપિયાના નાસ્તાનો ખર્ચ થયો હોવાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે. સવારે 10 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી ચાલેલી સભામાં આટલી મોટી રકમનો નાસ્તો ક્યાં અને કેવી રીતે થયો? શું પ્રજાના ટેક્સના પૈસે નગરસેવકો માટે નાસ્તાની મહેફિલ યોજાઈ હતી? આવા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે. આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરી દ્વારા કરાયેલા આક્ષેપો મુજબ ભાજપના કોર્પોરેટરો પ્રજાના પૈસે નાસ્તાની જ્યાફત ઉડાવી રહ્યા છે. શહેરમાં એક તરફ અનેક વિસ્તારોમાં પાણી અને વીજળીની સમસ્યાઓ યથાવત છે, ત્યારે બીજી તરફ મનપાની સભાના નાસ્તાના ખર્ચે લોકોમાં નારાજગી ઊભી કરી છે.

Exit mobile version