Site icon hindtv.in

સુરતના કાપડ ઉદ્યોગમાં સાપ્તાહિક રજાની માંગને લઈને વિવાદ વકર્યો

સુરતના કાપડ ઉદ્યોગમાં સાપ્તાહિક રજાની માંગને લઈને વિવાદ વકર્યો
Spread the love

સુરતના કાપડ ઉદ્યોગમાં સાપ્તાહિક રજાની માંગને લઈને વિવાદ વકર્યો
કાપડ ઉદ્યોગના શ્રમિકોએ સપ્તાહમાં એક દિવસની રજાની માંગ ઉઠાવી
રજાના મુદ્દે વિવાદ નહીં ઉકેલાય તો કાનૂની લડાઈની ચેતવણી

સુરતના કાપડ ઉદ્યોગના શ્રમિકોની સપ્તાહમાં એક દિવસની રજાની માંગણીને લઈને વિવાદ વકર્યો છે, અને જો મામલો નહીં ઉકેલાય તો કાનૂની લડાઈની ચેતવણી આપવામાં આવી છે.

સુરતના કપડા ઉદ્યોગના કામદારો દ્વારા અઠવાડિયામાં એક દિવસીય રજાની માંગ કાયદાકીય જોગવાઈ મુજબ સંપૂર્ણ સ્પષ્ટ છે. આખો અઠવાડિડો ફેક્ટરી ચલાવીને રજાની કેવી વ્યવસ્થા કરવી તે અંગે શ્રમિક પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક સમજૂતી કરવાની જરૂર છે, જે છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવી નથી. જો આ મામલાને વધુ લંબાવવામાં આવશે અને યોગ્ય રીતે વાત નહીં થાય, તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈને તપાસની માંગ કરવામાં આવશે અને મજૂરો દ્વારા શાંતિપૂર્ણ અહિંસક સત્યાગ્રહ કરવામાં આવશે. સુરતના કપડા ઉદ્યોગને બચાવવા માટે બહારગામ જતા કામદારોને રોકીને તેમને સમજાવવાની જરૂર છે. ચેમ્બર અને લેબર કમિશનરની આ નૈતિક ફરજ છે કે તેઓ મજૂરો સાથે બેસીને આનો યોગ્ય સમજુતી કરાર કરાવે. કોઈ પણ શેઠ રજા આપવાની ના પાડતા નથી, પરંતુ મજૂરોને તેમના સંગઠનના અધ્યક્ષ દ્વારા ખોટા રસ્તે દોરવામાં આવી રહ્યા છે, જેથી મજૂરોને સાથે બેસાડીને આનો સર્વગ્રાહી ઉકેલ લાવવો અનિવાર્ય છે.

Exit mobile version