સુરતના પુણા ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં વિવાદ
ગર્ભવતી મહિલાના મોતને લઈ પરિવારના ડોક્ટર સામે આક્ષેપ
ગર્ભવતી મહિલા નિકીતા ગોસ્વામીનું સારવાર દરમિયાન મૌત
સુરતના પુણા ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતને લઈ પરિવારે ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો કર્યા હતાં.
સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરાયા છે. વાત એમ છે કે સુરતના પુણા વિસ્તારમાં આવેલ સદવિચાર હોસ્પિટલની મહિલા ડોક્ટર વીણા કંડેલ પાસે ગર્ભવતી મહિલા નિકીતા ગોસ્વામીની સારવાર ચાલી રહી હતી. ત્યારે જુડવા બાળકો જન્મ્યા બાદ માતાનુ મોત નિપજ્યુ હતું. જેને લઈ પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીથી મહિલાનુ મોત નિપજ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ જુડવા બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પરિવારજનો દ્વારા જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડતા પોલીસ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.

