Site icon hindtv.in

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવારમા વિવાદ સર્જાયો

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવારમા વિવાદ સર્જાયો
Spread the love

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવારમા વિવાદ સર્જાયો
ટ્યુમરના દર્દીના મોત બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપો
સર્જરી બાદ ડોક્ટર દ્વારા 40 હજાર રૂપિયાની માંગણી કરાઈ

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ટ્યુમરના દર્દીના મોત બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા વિવાદ સર્જાયો છે.

સ્મીમેર હોસ્પિટલમાં દર્દીના મોતબાદ પરિવારે કહ્યુ હતુ કે દર્દીની શરૂઆતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં સારવાર હેઠળ સંકળાયેલા ડોક્ટરે તેમને પોતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવાની સલાહ આપી હતી. પરિવારનો આક્ષેપ છે કે મા કાર્ડ હેઠળ સર્જરી કરી આપવાની ખાતરી આપી તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. વધુ સારી સારવાર અને દેખરેખના નામે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સર્જરી કરવામાં આવી હતી. પરિવારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઓપરેશનને સામાન્ય ગણાવી સફળ સારવારની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સર્જરી બાદ ડોક્ટર દ્વારા 40 હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી. દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરી 112 પર ફોન કરી પોલીસને હોસ્પિટલ ખાતે બોલાવી હતી. સાથે જ મોતના સાચા કારણો જાણવા પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી.

Exit mobile version