Site icon hindtv.in

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદિત નિવેદન.

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદિત નિવેદન.
Spread the love

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદિત નિવેદન.
આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજે આપ્યું નિવેદન.
બદનામ હુએ તો ક્યાં નામ તો હુઆ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કોટેશ્વર ગુરૂકુળના રામકૃષ્ણ સ્વામીનો વિવાદ હજુ શમ્યો નથી અને સંપ્રદાયના હરિભક્તોમાં રોષ છે. ત્યારે કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદએ કહ્યું ‘તમે કોઇને મારીને આવ્યા છો તેવી ફરિયાદ મારી પાસે આવવી જોઇએ.. તમે મારજો હું છુટ આપું છું.’ આ ઉપરાંત તે હરિભક્ત યુવાનોને ઉશ્કેરણી કરતા હોય તેવા શબ્દોનો ઉપયોગ થયો છે. બાદ વધુ એક વિડીયો આવ્યો જેમાં કહ્યું બદનામ હુએ તો ક્યાં નામ તો હુઆ, ખાસ કરીને આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવતા શબ્દોને કારણે સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે, આ વીડિયો અડાલજમાં યોજાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી સમયનો હોવાની શક્યતા છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયની મહત્વની ગણાતી કાલુપુર ગાદીના આચાર્ય જેવા સન્માનનીય પદે રહેલા કૌશલેન્દ્રપ્રસાદ દ્વારા ઉચ્ચારવામાં આવતા આવા શબ્દોને કારણે વિવાદ ઊભો થયો છે.

ઉત્તર ગુજરાતના એક ગામમાં કોઇ સંપ્રદાયના સાહિત્યનું વેચાણ કરવા માટે વાનમાં કેટલાંક લોકો આવ્યા હતા. ત્યારે મે હરિભક્તોને બોલાવીને કહ્યું હતું કે પેલા સાહિત્ય વાળાને કહી દો કે તને 30 સેકન્ડ આપીએ છીએ. અહીથી ઉઠ નહીંતર સળગાવી નાખીશુ. હરિભક્તો દીવાસળી ઘાંસલેટ લઇને ગયા હતા. વાન વાળો 15 સેકન્ડમાં ભાગી ગયો. બોર્ડર પર ટીચકા મારતો હોય ત્યારે બ્રહ્યોસ્ત છોડીએ અને આપણે બ્રહ્યાત્સ છોડવાનું છે. કેટલાય લાઇનમાં છે. અને સરખા નહી ચાલે તો બધાય જશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version