ગાંધીનગરમાં પીએમ મોદીના સ્વપનની ચિલ્ડ્રન યુનિવર્સીટીનું નિર્માણ હવે નહિ થાય – વિશ્વના સૌથી મોટા બાળ ભવન નિર્માણને ખંભાતી તાળા..

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગરમાં પીએમ મોદીના સ્વપનની ચિલ્ડ્રન યુનિવર્સીટીનું નિર્માણ હવે નહિ થાય – વિશ્વના સૌથી મોટા બાળ ભવન નિર્માણને ખંભાતી તાળા..

19 ફેબ્રુઆરી 2020 માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિના પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં બાલ શિક્ષણનનો વ્યાપ વધે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય રીતે માટે ગાંધીનગર જિલ્લના શાહપુર ખાતે ચિલ્ડ્રન યુનિવર્સીટી માટે 30 એકર જમીન મફતમાં ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો હતો જે જમીન હજારો કરોડોની થતા હવે સરકારને જમીન પરત કરવાના નિર્ણયથી અનેક તર્ક વિતર્કથી મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે,
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકમાં સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, સેક્ટર 20 ગાંધીનગર ખાતે કાર્યરત ચિલ્ડ્રન યુનિવર્સીટીના નવીન ભાવના માટે માટે સરકાર સમક્ષ જમીનની માંગણી કરાય હતી અને જેને ધ્યાને રાખી શાહપુર ખાતે 30 એકર જમીન મફતમાં ફાળવાઈ હતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ સરકાર પાસે 100 એકર જગ્યા માંગી હતી.
આ યુનિવર્સીટીમાં બાળ શિક્ષણ, વાલી પ્રશિક્ષણ, સગર્ભા માતાઓના પ્રશિક્ષણ સહીત આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હતી, આ યુનિવર્સીટી રાજ્ય સરકાર સંચાલિત છે જેનો પગાર ભથ્થા અને બાળ ઉછેરથી શિક્ષણ માટે 100 ટકા ગ્રાન્ટ આપે છે. વર્ષ 2019 -20 માં 5.33 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
જયારે રાજ્ય સરકાર દ્રારા 30 એકર જમીનની ફાળવણી કરવામાં આવી ત્યારે પીએમ મોદીના હાથે ભૂમિ પૂજન કરવાનું આયોજન કરાયું હતું અને ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા બાળ ભવન નિર્માણની અને અંદાજે 1500 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, ટોય્ઝ મ્યુઝિયમ બાળ ભવનનું આકર્ષણનું કેન્દ્ર બનવાનું હતું, તેમજ દેશના ખૂણે ખૂણેથી 11 લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં લાવી પ્રદર્શનમાં મુકવાના હતા.
ભારતમાં થયેલા વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરવાનું હતું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી રમકડાંનું શાસ્ત્ર વિકસાવશે. અહીં મનોવૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિક અને વિજ્ઞાનને પ્રોત્સાહક રમકડાંનું નિર્માણ થશે. દેશના જુદાજુદા રાજ્યો અને ગામડાના બાળકો જે રમકડાં રમે છે તે રમકડાં પાછળનો ઈતિહાસ અને મહત્ત્વ સમજાવાનું હતું. ડીઆરડીઓ અને ઈસરોની મદદથી ઈલેક્ટ્રોનિક, બેટરી અને સોલર આધારિત નાના-નાના યાન, પૃથ્વી મિસાઈલ, અગ્નિ મિસાઈલ, સેટેલાઈટ વગેરે તૈયાર થવાની હતી, વિશ્વમાં ક્યાંય નહી હોય એવું બાલ ભવન ગુજરાતમાં બનાવવા વડાપ્રધાને 22 ઓગસ્ટે ઓનલાઈન મીટિંગ યોજી હતી જેમા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને બે મહિના સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે પ્રેઝન્ટેશન રજૂ કરવા સૂચના મળી હતી.
વડાપ્રધાન પ્લાનને મંજૂરી આપે પછી ભૂમિપૂજન માટે પોતે આવશે. વ્યક્તિ નિર્માણ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અગત્યનો ભાગ ભજવી શકશે તેમ વડાપ્રધાને મીટિંગમાં કહ્યું હતું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બાબતે જેટલી તાકાત હોય તેટલી લગાવી દે. આ પ્રોજેક્ટમાં તમામ મંત્રાલયોને પણ પૂરક મદદ પુરી પાડવા સૂચના અપાઈ હતી.
22 ઓગસ્ટે યોજાયેલ ઓનલાઈન મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયલ, રમેશલાલ પોખરિયાલ તેમજ સંલગ્ન વિભાગના પ્રિન્સિપાલ સેક્રટરી ઉપસ્થિત રહ્યાં હતા. આ મીટિંગમાં ગુજરાતમાંથી એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાને પ્રોજેક્ટ અંગે વ્યક્તિગત રસ દાખવીને ડૉ. શાહને સીધી સૂચનાઓ આપી હતી.
હવે પીએમમોદીનું આ સ્વપનને ચિલ્ડ્રન યુનવર્સીટીનાં સંચાલકો તાળા લગાવી રહ્યા છે અને રજીસ્ટારે ગુજરાત સરકારને 3 ઓક્ટોબર 2025 ના રોજ લખેલ પત્રમાં સરકારે ફાળવેલી મફતની 30 એકર જમીન પરત આપવાની દરખાસ્ત કરી છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જમીન મળ્યા બાદ સત્યર સુધી કોઈ કામ નહિ થતા સરકારે નિયમોનુસાર ભરવાના થતા વેરાના અંદાજે 14 કરોડ રૂપિયા સરભર કરી આપવાની પણ વિનતી કરતા આ પત્ર થી મોટા કૌભાંડની આશઁકા સેવાઈ રહી છે કારણે કે ગિફ્ટ સિટીમાં હાલ જમીનના ભાવોની કિંમત વધી ગઈ છે જેને લઇ આ જમીન સરકારને પરત કરતા ઠરાવથી હવે આ જમીન કોઈ પ્રાઇવેટ કંપનીને ફાળવવાની હિલચાલ ચાલી રહી હોઈ તેવું નિષણાતો માની રહ્યા છે, હાલ ગિફ્ટ સિટીમાં 30 એકર જમીનની કિંમત કરોડો નહિ પણ હજારો કરોડ આંકવામાં આવી રહી છે. ત્યારે પીએમ મોદીના સ્વપ્ન સમાન ચિલ્ડ્રન યુનિવર્સીટીના વિઝનને ખંભાતી તાળું મારી જમીન પરત કરવાથી કોને લાભ થવાનો છે તે તો આવનારો સમય જ બતાવશે..

કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *