Site icon hindtv.in

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી
Spread the love

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી
માંડવી ફોરેસ્ટ ખાતાના રેસ્ટ હાઉસ ખાતે ઉજવણી

માંડવી ફોરેસ્ટ ખાતાના રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાય

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે તા.26 નવેમ્બરના રોજ બુધવારે 12 કલાકે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 26 નવેમ્બર સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 1949 માં ભારતની બંધારણ સભામાં ભારતનું સંવિધાન અપનાવાયું હતું.આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અને હાલ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આનંદભાઈ ચૌધરી અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. ક્રાંતદષ્ટા વિધાન અને વિચારક શ્રી ઉત્તમભાઈ પરમાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા . સંવિધાન દિવસ નિમિત્તે સાપ્રત સમયમાં દેશમાં સંવિધાન સામેના પડકારો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનીભૂમિકા વિષયક વિચાર સંગોષ્ટિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version