Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનુ કાવતરૂ

સુરત નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનુ કાવતરૂ
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનુ કાવતરૂ
ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે કર્યો સિવિલમાં હોબાળો
સિક્યુરીટી દ્વારા એમ્બ્યુલન્સની હવા કાઢી નાંખી હોવાના આક્ષેપો

સુરત નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનુ કાવતરૂ ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે કર્યો હોય તેમ સિવિલમાં હોબાળો કર્યો હતો. સિક્યુરીટી દ્વારા એમ્બ્યુલન્સની હવા કાઢી નાંખી હોવાના આક્ષેપો કર્યા હતાં. જો કે સીસીટીવીમાં સમગ્ર કાવતરૂ બહાર આવ્યુ હતું.

સુરત સિવિલ હોસ્પિટલને ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે બદનામ કરવાનું કાવતરું કરી હોબાળો કર્યો હતો. એમ્બ્યુલન્સના ચાલકે હોસ્પિટલના સિક્યુરિટીએ ખાનગી એમ્બ્યુલન્સના ટાયરની હવા કાઢી નાખી હોવાનોનો આરોપ લગાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે હોસ્પિટલ તંત્રએ સીસીટીવી તપાસતા આખું કાવતરું હોવાનું બહાર આવ્યું હતું. એમ્બ્યુલન્સ ચાલક પહેલાથી જ ટાયરમાંથી હવા નીકળેલી એમ્બ્યુલન્સ લઈને આવ્યો હતો અને અન્ય એમ્બ્યુલન્સમાં આવેલ ઇમરજન્સી દર્દીને પોતાની એમ્બ્યુલન્સનું હોવાનું વિડીયોમાં જણાવ્યું હતું.

ખોટી રીતે નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવા આ કાવતરૂ કરાયુ હોવાનુ સિવિલ તંત્રએ જણાવ્યુ હતું. ત્યારે હાલ સિવિલ તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ ચાલક વિરૂદ્ધ પોલીસ મથકમાં અરજી કરાઈ હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

Exit mobile version