Site icon hindtv.in

ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ

ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ
Spread the love

ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ
નાણાંમંત્રી બજેટ રજૂ કરે તે પહેલા કોંગ્રેસના સૂત્રોચ્ચાર
બજેટ સત્રના પ્રારંભે જ કોંગ્રેસ આક્રમક મૂડમાં

આજે ગુજરાતના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી છે

આજે ગુજરાતનું બજેટ રજૂ થાય એ પહેલા જ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય તે પહેલાં જ વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી હતી. કોંગ્રેસ પક્ષનો આ વિરોધ મુખ્યત્વે રાજ્યમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પ્રથાને રદ કરવાની માંગ સાથે જોડાયેલો હતો. પક્ષના નેતાઓએ જણાવ્યું કે, યુવાઓને કાયમી રોજગારી મળવી જોઈએ અને તાત્કાલિક નોકરીની વ્યવસ્થા બંધ થવી જોઈએ. તેઓએ કહ્યું કે, રાજ્યભરમાં યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન લોકો પાસેથી અનેક ફરિયાદો મળી છે અને બજેટમાં એ મુદ્દાઓનો સમાવેશ થવો જરૂરી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં મહિલાઓને દર મહિને 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ બહેનોને સમાન સહાય મળવી જોઈએ. તેમણે ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી વર્ગોને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવાની માંગ કરી. કોંગ્રેસના ધારાસભ્યોએ નાના ઉદ્યોગોને આર્થિક રાહત, કર્જ માફી અને સહાય પેકેજ આપવાની પણ માંગ ઉઠાવી. તેમના મતે, હાલ નાના અને મધ્યમ ઉદ્યોગો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સરકારને બજેટમાં તેમને પ્રાથમિકતા આપવી જોઈએ. વિરોધ દરમિયાન કોંગ્રેસે સરકારને અપીલ કરી કે, માત્ર જાહેરાતો અને વાયદાઓ પૂરતા નથી, પરંતુ પ્રજાના ટેક્સના પૈસા હકીકતમાં લોકો સુધી પહોંચે તેવી અસરકારક યોજના રજૂ કરવી જોઈએ…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version