Site icon hindtv.in

સુરતમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સુરતમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
Spread the love

સુરતમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
ચોકબજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય નજીક વિરોધ નોંધાવ્યો

સુરતમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચની નિષ્પક્ષતાના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરોએ ચોકબજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય નજીક કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં ચુંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચુંટણી પંચની નિષ્પક્ષતાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું. કોંગ્રેસના વિરોધ દરમિયાન કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. વિરોધ શરૂ થાય તે પહેલાં જ કેટલાક કાર્યકરો પોલીસ વાહન પર ચડી ગયા હતા, જ્યારે કોંગ્રેસ આગેવાનો પોલીસ વાહનની આગળ સાંકળ બનાવીને બેસી ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે કાર્યકરોને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને તેમને અઠવા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે અટકાયત છતાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે આંદોલન ચાલુ રાખવામાં આવશે અને કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આંદોલન વધુ વ્યાપક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Exit mobile version