Site icon hindtv.in

વિસાવદર અને કાળીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કરી નાખ્યો ખેલ

વિસાવદર અને કાળીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કરી નાખ્યો ખેલ
Spread the love

વિસાવદર અને કાળીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કરી નાખ્યો ખેલ
વિસાવદરમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેરાત

ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીથી લઈને પ્રદેશ નેતાઓ હાલ એક્ટિવ થયા છે. 8-9 એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન અને 15-16 એપ્રિલે સૃજન સંગઠન અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રભારી વાસનિક અમદાવાદ આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે પોલિટિકલ અફેર્સ કમિટીની સાથે મિટિંગ યોજી હતી. જેમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ માર્ચ અને એપ્રિલમાં ગુજરાતની એક બાદ એક ત્રણ મુલાકાતો લીધી છે. હવે તે ગુજરાતને લઈ ગંભીર છે. જેના ભાગરૂપે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આપ સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે ચૂંટણી લડવાની છે. આમ વિધાનસભા 2027ની ચૂંટણી પણ કોંગ્રેસ એકલા હાથે લડશે એવો સંકેત આપી દીધો છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અમારા કાર્યકરોના દિલમાં શું છે અને શું આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે તે અંગે પોલિટિકલ કમિટિ અફેર્સમાં તેના વિશે પણ ચર્ચા થઈ છે. ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે ઉમેદવાર જાહેર કરી દીધો છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ઈન્ડિયા ગઠબંધન છે અને રહેવાનું છે.

રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીત પ્રમાણે નિર્ણય કરતા હોય છે. જેમ કે, હું હરિયાણાનો પ્રભારી હતો ત્યારે જાણતો હતો કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે એવું દિવાલ પર લખેલું હતું. આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં ઝીરો હતું. પરંતુ આમ આદમી પાર્ટીને હુડ્ડાને કેટલીક સીટો ઓફર કરવા છતાંય ઠોકર મારી એકલા હાથે ચૂંટણી લડી અને હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યાં. રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે, ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશપ્રમુખ હોય તે જિલ્લો છોડવો મારા માટે મુશ્કેલ હોય. અમારી ઈમોશનલ ફિલિંગ હોવા છતાં ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું. રાજ્ય કક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજની પોલિટિકલ અફેર્સ કમિટિમાં વિસ્તૃત ચર્ચાના અંતે ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત આપતી નથી. ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી. કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું છે, પણ જનતાએ કોંગ્રેસને મત આપ્યાં છે. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version