ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ મેદાને
1 થી 5 નવેમ્બર સુધી તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમ
મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને આવેદનપત્ર આપશે
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણાં કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે.
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસ 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણાં કાર્યક્રમો યોજશે અને તારીખ 6 નવેમ્બરના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે. આ સિવાય, 6 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત 6 નવેમ્બરના રોજ સોમનાથથી થશે, જેમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ સાંભળશે. 10 જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે થશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂત પર દુઃખ આવે તો આખા દેશની પ્રગતિ અટકી જાય આજે ગુજરાતમાં ખેડૂતોની જે હાલ જ છે એ ખૂબ દયનીય છે. અમારા પ્રભારી મુકુલ વાસનીક સહિતના નેતાઓ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને જે રીતે કમોસમી વરસાદ થયો.
ગુજરાતમાં અત્યારે તકલીફ છે અને આક્રોશ પણ છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી સરકાર તાત્કાલિક મદદ કરે અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું. જેમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓને સાંકળી લેતી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ગામે ગામ જનજાગૃતિ સાથે ખેડૂતોના પ્રશ્નો સાંભળીશું. ખેડૂતો સાથે સંવાદ કરીશું એના પ્રશ્નોને તકલીફોને વાચા આપીશું અને ગામે ગામ ફરી ખેડૂતોના પ્રશ્નો દૂર થાય તે માટે સરકાર પાસે માંગણી કરીશું. આ ખેડૂત આક્રોશ યાત્રા 13મીએ તારીખે દ્વારકા ખાતેનું સમાપન કરવામાં આવશે. કોંગ્રેસ લડત લડીને પણ ખેડૂતોને એનો હક અને અધિકાર અપાવશે એટલા માટે સૌ લોકોએ ખેડૂતના તકલીફના સમયમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે હંમેશા લડી છે અને આવનારા દિવસોમાં પણ લડીશું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
