સુરતમાં કોંગ્રેસ ફરી એકવાર રસ્તા પર ઉતરી
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક મા
કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક મામલે સુરતમાં કોંગ્રેસ ફરી એકવાર રસ્તા પર ઉતરી હોય તેમ જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રેલી કાઢી સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતાં.
નીટ પરીક્ષાના પેપર લીક મામલે સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધના સમર્થનમાં શહેરમાં રેલી યોજાઈ હતી. 300થી વધુ કોંગ્રેસના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ જેવા નારા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધકરનારાઓએ પેપર લીક મામલે જવાબદારી નક્કી કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી હતી. કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો સરકારની જવાબદારી છે.

