Site icon hindtv.in

બનાસકાંઠામાં પાછોતરા વરસાદને લઈને કોંગ્રેસ ખેડૂતોની વ્હારે

બનાસકાંઠામાં પાછોતરા વરસાદને લઈને કોંગ્રેસ ખેડૂતોની વ્હારે
Spread the love

બનાસકાંઠામાં પાછોતરા વરસાદને લઈને કોંગ્રેસ ખેડૂતોની વ્હારે
વાવ થરાદ અને ધરણીધર તાલુકાના ખેડૂતોના હિતમાં કોંગ્રેસ મેદાને
ગુલાબસિંહે કહ્યું સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો અમે કોર્ટનો સહારો લઈશું

વાવ-થરાદ જિલ્લાના સરહદીય પંથક સુઇગામમાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. એક મહિનો વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું વળતર ન ચૂકવાતા આજે રોષે ભરાયેલા સુઇગામના ખેડૂતો દ્વારા ખેડૂત અધિકાર રેલી યોજી સુત્રોચાર સાથે પ્રાંત કચેરી પહોંચીને વળતરની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર અપાયું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો વળતર નહિ ચૂકવાય તો ખેડૂતો ગામડે ગામડે બેનરો મારશે અને કોઈપણ નેતાઓને ગામમાં ઘુસવા નહિ દઈએ. બનાસકાંઠામાં પાછોતરા વરસાદને લઈને હવે કોંગ્રેસ ખેડૂતોની વ્હારે આવી છે

વાવ-થરાદ જિલ્લાના સુઇગામ, ભાભર અને વાવ-થરાદમાં આવેલ ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ થતાં આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ હતા હજારો હેકટર જમીનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે જેથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ પણ આ વિસ્તારમાં મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવીને ખેડૂતોને પાક નુકશાનની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી. એક મહિનો વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું વળતર ન ચૂકવાતા આજે રોષે ભરાયેલા સુઇગામ અને ધરણીધર તાલુકાના ખેડૂતોની વહારે કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા અને ખેડૂતોને તાત્કાલિક નુકશાનીનું વળતર ચૂકવવા માંગ કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો જલ્દી વળતર નહિ ચૂકવાય તો અમે સરકારી કચેરીઓને તાળાબંધી કરીશું. જોકે તેને એક મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ સરકાર દ્વારા કોઈજ પ્રકારની ખેડૂતોને સહાય ન ચૂકવતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સુઇગામમાં ખેડૂત અધિકાર રેલી નીકાળી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સુત્રોચાર કરતા સુઇગામ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોને નુકશાનીના વળતર માટે ફોર્મ ભરીને પ્રાંત કચેરીએ આપ્યા હતા અને પાક નુકશાન,જમીન ધોવાણ સહિતના નુક્શાનનું વળતર તાત્કાલિક ચુકવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોને તાત્કાલિક સહાય નહિ ચૂકવાય તો ખેડૂતો ગામડે ગામડે બેનરો મારશે અને કોઈ જ નેતાને ગામમાં ઘુસવા નહિ દઈએ…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version