સુરત મનપા કમિશનરના બંગલા પર કોંગ્રેસના ધરણા
નાસીર નગરના અસરગ્રસ્તો સાથે ધરણા
કોંગ્રેસી પ્રમુખ, કોર્પોરેટર, માજી કોર્પોરેટર સહિતનાઓની અટકાયત
સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ મનપા કમિશનરના બંગલા પર પહોંચી કોંગ્રેસીઓએ નાસીર નગરના અસરગ્રસ્તો સાથે ધરણા કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.
સુરતમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા નાસીર નગરના ગેરકાયદે ડીમોલીશનને લઈ હવે રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યુ છે. ત્યારે અસરગ્રસ્તો સાથે પહેલા કોંગ્રેસીઓએ મનપા કચેરીએ જઈ હલ્લાબોલ કર્યો હતો અને ત્યાં મનપા કમિશનર ન મળતા આખરે કોંગ્રેસીઓ નાસીર નગરના અસરગ્રસ્તો સાથે મનપા કમિશનરના બંગલે પહોંચ્યા હતા. અને ધરણા શરૂ કરતા પોલીસે ત્યાં દોડી જઈ વિરોધ સાથે ધરણા કરનાર કોંગ્રેસી પ્રમુખ, કોર્પોરેટર, માજી કોર્પોરેટર સહિતનાઓની અટકાયત કરી હતી.

