Site icon hindtv.in

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ કોંગ્રેસના આક્ષેપો

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ કોંગ્રેસના આક્ષેપો
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ કોંગ્રેસના આક્ષેપો
ઉમેદવારોની સુરક્ષા અને લાલચથી બચાવવા ઉમેદવારો પર નજર
કોંગ્રેસના 30 જેટલા ઉમેદવારોને રિસોર્ટમાં લઈ જવાયા

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ કોંગ્રેસ દ્વારા સતત પોલીસ પર આક્ષેપો કરાઈ રહ્યા છે તો ઉમેદવારોની સુરક્ષા અને લાલચથી બચાવવા ઉમેદવારો પર બે કાર્યકરો નજર રાખવા બેસાડ્યા છે. હાલમાં કોંગ્રેસના 30 જેટલા ઉમેદવારોને રિસોર્ટમાં લઈ જવાયા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસને ઉમેદવારોને ભાજપ દ્વારા ફોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતાં. અને સુરતમાં પોલીસ ભાજપની કામગીરી કરતી હોવાના આક્ષેપ કરવાની સાથે તમામ ઉમેદવારો સુરક્ષિત હોવાનુ અને કાર્યકરોના સંરક્ષણમાં ગ્રુપ મીટીંગ કરતા હોવાનુ જણાવ્યુ હતું. પોલીસ દ્વારા ફોન કરી ઉમેદવારોને ડરાવાઈ રહ્યા હોવાનુ પણ આક્ષેપ કર્યો હતો. 30 જેટલા ઉમેદવારોને સુરત નજીકની રિસોર્ટમાં લઈ જવાયા હોવાનું કહેવાય છે. લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેવાર ફુટી જતા ભાજપ બિનહરીફ ચુંટાયુ હોય જેને લઈ ભૂતકાળમાંથી બોધપાઠ લેતા કોંગ્રેસે રણનીતિ બનાવી હતી. સાંભળો વિપુલ ઉધનાવાલાએ શુ કહી રહ્યા છે.

Exit mobile version