દેશભરમાં વોટ ચોરી મુદ્દે શરૂ કરાયેલા કોંગ્રેસનું આંદોલન
આંદોલન સંસદથી હવે સડક માર્ગે શરૂ કરાયુ
સુરત કોંગ્રેસ સમિતિએ વિશાળ તિરંગા મશાલ રેલીનુ આયોજન કર્યો
દેશભરમાં વોટ ચોરી મુદ્દે શરૂ કરાયેલા કોંગ્રેસના આંદોલનને સંસદથી હવે સડક માર્ગે શરૂ કરાયુ હોય જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા વિશાળ તિરંગા મશાલ રેલીનુ આયોજન કરાયુ હતું.
લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તથા ઈન્ડિયા ગઠંધનના નેતાઓ દ્વારા વોટ ચોરી અંગે ખુલાસાઓ કર્યા હોય જેને લઈ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિગંલા મશાલ રેલીનુ આયોજન કરાયુ હતું. રાહુલ ગાંધી સહિતનાઓએ સંસદમાં અને સડક માર્ગે આંદોલન શરૂ કર્યુ છે અને આ આંદોલનને સમગ્ર ભારત દેશમાં દેશની જનતા વચ્ચે લઈ જવાનો નિર્ધાર કર્યો છે. અને ભારતની જનતાને તેઓના વોટની થયેલી ચોરી બાબત જાગૃત કરવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તિરંગા સાથે મશાલ રેલીનુ આયોજન કરાયુ હતું.

