Site icon hindtv.in

સુરતમાં કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ આક્રમક

સુરતમાં કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ આક્રમક
Spread the love

સુરતમાં કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ આક્રમક
અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

સુરતમાં કથળતી કાયદો-વ્યવસ્થાને લઈને કોંગ્રેસ આક્રમક બની હોય તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે દારૂ-ડ્રગ્સના મુદ્દે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.

ગુજરાતમાં અને સુરતમાં દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે, ભાવનગર બાદ સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલાં ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ સદંતર બંધ કરાવવામાં આવે. ખાડીપૂર, ગેરકાયદે બાંધકામો, નાસીરનગર અને વળતરના મુદ્દે પણ સરકારને ઘેરતા કોંગ્રેસે કહ્યું કે આ તમામ પ્રશ્નો સડકથી સદન સુધી ઉઠાવવામાં આવશે.

Exit mobile version