ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળ્યાના આક્ષેપથી ચકચાર
શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ
પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો, ડિજિટલ બોર્ડ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં
સામગ્રી કોના દ્વારા આપવામાં આવી? ચર્ચાનો વિષય
શૈક્ષણિક સામગ્રી અંગેના આક્ષેપોની હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી
દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આવેલી ટચ ધ લાઈટ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આવેલી ટચ ધ લાઈટ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. આક્ષેપ મુજબ, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો, ડિજિટલ બોર્ડ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ખાનગી શાળામાં હાલમાં ડિજિટલ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો પણ દાવો સામે આવ્યો છે. જેના પગલે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી? તે સામગ્રી કોના દ્વારા આપવામાં આવી? અને તેનો ખાનગી શાળામાં ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તથા સરકારી શૈક્ષણિક સામગ્રી અંગેના આક્ષેપોની હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

