Site icon hindtv.in

તાપીના ઉચ્છલ તાલુકામાં 9.35 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

તાપીના ઉચ્છલ તાલુકામાં 9.35 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Spread the love

તાપીના ઉચ્છલ તાલુકામાં 9.35 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ સી. ગામીતના હસ્તે વિકાસકામોનું ઉદ્ઘાટન
પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરાયું

ઉચ્છલ તાલુકામાં રૂ. 9.35 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામીતના હસ્તે પંચાયત (મા.મ) વિભાગ તાપીના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે રૂ. 9.35 કરોડથી વધુના અંદાજિત ખર્ચનાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રસ્તા,બ્રિજ,બોક્ષ કલવર્ટ, લાઇબ્રેરી અને આંગણવાડી કેન્દ્રો સહિતનાં ૧5 જેટલાં જનહિતકારી વિકાસકામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામીતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે. રસ્તા, બ્રિજ , બોક્ષ કલવર્ટ, લાઇબ્રેરી અને આંગણવાડી કેન્દ્રો જેવાં વિકાસકાર્યો થકી સ્થાનિક લોકોની સુવિધાઓમાં વધારો થશે અને ઉચ્છલ તાલુકાના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. મંત્રીશ્રીના હસ્તે જૂની થૂટીથી નવી ઉકાઈ તરફના રસ્તાનું રૂ. ૧૦૦ લાખના ખર્ચે, થૂટી ગામે ઉન્નતિ વિદ્યાલય તરફ જતા રસ્તાનું રૂ. ૨૨.૫૦ લાખના ખર્ચે, આનંદપુર રેલવે સ્ટેશનથી આનંદપુર-૨ આંગણવાડી સુધીના રસ્તાનું રૂ. ૪૫ લાખના ખર્ચે અને ભડભુંજા લોન્જા ફળિયાથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા પર રૂ. ૧૨૦ લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉચ્છલ ગામે નવાગામ ફળિયા અને હનુમાન ફળિયાને જોડતા રસ્તાનું રૂ. ૧૨૦ લાખના ખર્ચે, ભિંતબુર્દ ગામે ઢોલીઉમરા ફળિયાથી આંગણવાડી સુધીના રસ્તાનું રૂ. ૨૭ લાખના ખર્ચે, જૂની કાચલી પ્રાથમિક શાળાથી આંગણવાડી સુધીના રસ્તાનું રૂ. ૨૭ લાખના ખર્ચે, ચંદાપુર એપ્રોચ રોડનું રૂ. ૨૦૫ લાખના ખર્ચે, કરોડ પ્રાથમિક શાળાથી કરોડ-૨ આંગણવાડી સુધીના રસ્તાનું રૂ. ૪૫ લાખના ખર્ચે, સયાજીગામ પ્રાથમિક શાળાથી સબ સેન્ટર સુધીના રસ્તાનું રૂ. ૩૯.૫૦ લાખના ખર્ચે તથા ચિત્તપુર એપ્રોચ રોડનું રૂ. ૩૩.૬૦ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે પૂર્ણ થયેલાં વિકાસકામોમાં ભડભુંજા ખાતે રૂ. ૬૦ લાખના ખર્ચે નિર્મિત લાઇબ્રેરી બિલ્ડિંગ, ઉચ્છલ ફુલવાડીથી ઉચ્છલ-નિઝર હાઇવે રોડને જોડતા રૂ. ૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલા સુવિધાપથ રોડ તથા રૂ. ૧૨-૧૨ લાખના ખર્ચે નિર્મિત નુરાબાદ અને સસા આંગણવાડી કેન્દ્રોનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોથી ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગવ્યવહાર વધુ સુગમ બનશે અને શૈક્ષણિક તથા બાળસંભાળની સુવિધાઓને વેગ મળશે. પરિણામે સ્થાનિક નાગરિકોના જીવનધોરણમાં સુધારો થવાની સાથે વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે

Exit mobile version