Site icon hindtv.in

સુરત ઉત્રાણમાં તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલે ફરિયાદ

સુરત ઉત્રાણમાં તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલે ફરિયાદ
Spread the love

સુરત ઉત્રાણમાં તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલે ફરિયાદ

માનવ અધિકાર આયોગમાં કરવામાં આવી ફરિયાદ

સુરતના ઉત્રાણ વિસ્તારમાં સાઈં નજીક તાપી નદીમાં ગટરનુ પાણી છોડાતુ હોય જેને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરાઈ હોવા છતા કોઈ નિરાકરણ ન આવતા વિરોધ કરાયો હતો.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલે 2019થી તંત્રને રજૂઆત કરાતી હોવા છતા ગટરનું પાણી તાપીમાં છોડાઈ રહ્યુ હોય જેને લઈ આંધળું તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. વરસાદી કાંસમાં ગેરકાયદેસર કનેક્શન માધ્યમથી ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની બેદરકારીને લઈને લોકોએ વિરોધ કર્યો હતો. અને મોટી સંખ્યામાં સાઈના લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે લોકોએ કહ્યું હતુ કે અહીંયા રહેવું પણ મુશ્કેલ થયું છે. બપોર બાદ અને સાંજના સમયે અધિકારી આ ફ્લડ ગેટનો વાલ ખોલે છે જેથી સ્ટોરેજ થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય છે. ઈન્દોરમાં સર્જાયેલી સમસ્યા ગટરના પાણીના કારણે સુરતમાં સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો કરાયા હતાં. ત્યારે તાપી નદીને બચાવવા માટે અને ગેરકાયદેસર કનેક્શનનો સામે કાર્યવાહી માટે લોકો રસ્તા પર ઉતાર્યા હતાં.

Exit mobile version