Site icon hindtv.in

સુરતમાં ઝુબેર પીલા અને તેની પત્નિ સુમૈયા ઉમર પિલા વિરૂદ્ધ ફરિયાદ

સુરતમાં ઝુબેર પીલા અને તેની પત્નિ સુમૈયા ઉમર પિલા વિરૂદ્ધ ફરિયાદ
Spread the love

સુરતમાં ઝુબેર પીલા અને તેની પત્નિ સુમૈયા ઉમર પિલા વિરૂદ્ધ ફરિયાદ
લાખો રૂપિયા પડાવી લઈ માર મારી ધમકી આપી હોવાના આક્ષેપ
આવેદન પત્ર આપી રાણીતળાવના યુવાને ન્યાયની કરી માંગ

રાણીતળાવના માથાભારે અને કરોડો રૂપિયાની ચિટિંગના ગુનામાં જેલમાં જઈ આવેલા ઉમર ઝુબેર પીલા અને તેની પત્નિ સુમૈયા ઉમર પિલા વિરૂદ્ધ સુરત પોલીસ કમિશનરમાં લાખો રૂપિયા પડાવી લઈ માર મારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર આપી રાણીતળાવના યુવાને ન્યાયની માંગ કરી છે.

સુરતના રાણીતળાવ ખાતે રહેતા ઈરફાન ઈકબાલ સોનીએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે આરોપી રાણીતળાવ ખાતે આવેલ કાઝી પેલેસમાં રહેતા ઉમર ઝુબેર પિલા અને તેની પત્નિ સુમૈયા ઉમર પિલાએ તેઓ સાથે 3 લાખ 78 હજારની ઠગાઈ આચરી છે. તેઓએ જણાવ્યુ હતું કે આરોપી પોતે મોટો બિલ્ડર હોવાની વાતો કરી અનેક લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી ચુક્યો છે અને તેની વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચ તથા અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાયા બાદ તેના જામીન માટે રૂપિયાની જરૂર પડતા તેની પત્નિએ તેઓ પાસે આવી મદદ ની ગુહાર લગાવી હતી. જેથી ઈરફાન સોનીએ પોતાના અને પત્નિના હજ માટે જવાના 3 લાખ 78 હજાર રૂપિયા તેઓને આપ્યા હતાં. આરોપી ઉમર પિલાની પત્નિ સુમૈયાએ ઉમર પિલાને જેલમાંથી છોડાવવા માટે રૂપિયાની માંગ કરી અઠવાડિયામાં આપી દેવાની વાત કરી હતી જો કે ત્યારબાદ રૂપિયા ન આપી ચેક બેંકમાં નખાવી બાઉન્સ કરાવ્યા હતા અને ત્યારબાદ ઉમર પિલાએ ઈરફાન સોનીને રાણીતળાવ ખાતે મળવા બોલાવી ઢીકમુક્કીનો માર મારી રૂપિયા નહી મળે તેમ કહી જેલમાં મારા મોટા મોટા ગુંડાઓ સાથે સંબંધ થયા છે તારી હત્યા કરાવી દઈશ અને તારૂ અપહરણ કરાવીશ તેવી ધમકી આપી હતી. હાલ તો ઈરફાન ઈકબાલ સોનીએ આરોપી ઉમર ઝુબેર પિલા અને તેની પત્નિ સુમૈયા ઉમર પિલા વિરૂદ્ધ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે.

Exit mobile version