Site icon hindtv.in

રાજકોટમાં ટ્રાવેલ કંપની સંચાલક દંપતી સામે ફરિયાદ.

રાજકોટમાં ટ્રાવેલ કંપની સંચાલક દંપતી સામે ફરિયાદ.
Spread the love

રાજકોટમાં ટ્રાવેલ કંપની સંચાલક દંપતી સામે ફરિયાદ.
દંપતીએ 9 લોકો સાથે 50 લાખથી વધુની ઠગાઈ આચરી.
‘ફેસ્ટિવલ હોલીડે’ નામે પેઢી બનાવી લોકોને છેતર્યા.

રાજકોટના કેમિસ્ટ્રીના પ્રોફેસર સહિત નવ લોકો પાસેથી વિદેશ પ્રવાસના ટૂર પેકેજ અને દુબઈથી મોબાઇલ મગાવી આપવાની લાલચ આપી કુલ 50.07 લાખ પડાવી ટ્રાવેલ કંપની ચલાવતા દંપતીએ ઓફિસ બંધ કરી ફરાર થઈ જતાં માલવિયાનગર પોલીસે બંને સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

રાજકોટ શહેરના નાનામવા રોડ નજીક રહેતા ભરતકુમાર મુળાભાઈ વાઢેર, વ્યવસાયે પ્રોફેસરે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાનામવા સર્કલ પાસે આર.કે. પ્રાઇમ બિલ્ડિંગમાં આવેલી ફેસ્ટિવ હોલિડેના સંચાલક અભિનવ હિતેષભાઈ પટેલ અને તેની પત્ની ધારા અભિનવ પટેલના નામ આપ્યા છે. આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર ભરતકુમાર વાઢેર પરિવાર સાથે વિયેતનામ પ્રવાસે જવા ઇચ્છતા હોવાથી તેઓ ફેસ્ટિવ હોલિડેની ઓફિસે પહોંચ્યા હતા. શરૂઆતમાં પેકેજ મોંઘું લાગતાં તેમણે ના પાડી હતી. બાદમાં સયાજી હોટેલ ખાતે યોજાયેલા ટ્રાવેલ એક્સપોમાં કંપનીના સ્ટોલ પર ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવતા 3.70 લાખમાં આઠ નાઇટ અને નવ દિવસનું પેકેજ નક્કી થયું હતું. અલગ-અલગ હપ્તામાં સમગ્ર રકમ ચૂકવ્યા બાદ ફ્લાઇટ, વિઝા અને તારીખ બદલવાના અભિનવ દ્વારા બહાના કરવામાં આવ્યા હતા.

આગળ જતાં ફ્લાઇટ કેન્સલ હોવાનું કહી પ્રવાસ ટાળવામાં આવ્યો હતો. ફરિયાદીએ ટૂર રદ કરી રૂપિયા પરત માગતાં ક્રેડિટ નોટ આપી થોડા દિવસમાં રિફંડ આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ ઓફિસ બંધ મળી, બંને આરોપીઓના ફોન પણ બંધ આવવા લાગ્યા અને છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ભરતકુમારે અન્ય ગ્રાહકોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે, આરોપી દંપતીએ વિયેતનામ, હોંગકોંગ, મકાઉ, શેનઝેન, જાપાન, બાલી અને સિંગાપોર-મલેશિયાના ટૂર પેકેજના નામે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હતા. તમામ ભોગ બનનારાઓની રકમ મળીને 50.07 લાખની છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version