Site icon hindtv.in

સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિક વિરૂદ્ધ ફરિયાદ

સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિક વિરૂદ્ધ ફરિયાદ
Spread the love

સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિક વિરૂદ્ધ ફરિયાદ
સુરભી ડેરીમાંથી 754 કિલોથી વધુ નકલી પનીર ઝડપ્યું હતું
ડેરીના માલિક શૈલેષ પટેલ વિરૂદ્ધ ખટોદરા પોલીસમાં ફરિયાદ

સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિક વિરૂદ્ધ સુરત એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. સુરત એસઓજીની ટીમે સુરભી ડેરીમાંથી 754 કિલોથી વધુ નકલી પનીર સહિત નો જથ્થો જપ્ત કર્યો હતો.

સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતાં કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. સુરત એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા પાડી નકલી પનીર સહિતનો જથ્થો કબ્જે કર્યો હતો. આ મામલે પનીરના નમુના ફેલ થતા સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ વિરૂદ્ધ સુરત એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો આ જ સુરભી ડેરીમાંથી શહેરની અલગ-અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે પનીરનુ વેચાણ કરાતુ હોવાની પણ ડેરી માલીકે કબુલાત કરી હોવાનુ સામે આવ્યુ હતું.

Exit mobile version