Site icon hindtv.in

સુરતના ચોક બજાર પોલીસ મથકમાં ચિરાગ ગોટી ટોળકી સામે ફરિયાદ

સુરતના ચોક બજાર પોલીસ મથકમાં ચિરાગ ગોટી ટોળકી સામે ફરિયાદ
Spread the love

સુરતના ચોક બજાર પોલીસ મથકમાં ચિરાગ ગોટી ટોળકી સામે ફરિયાદ
ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે તેના પિતાની ધરપકડ કરી
ચિરાગનો ભાઈ નિરાંત, યુવરાજ જાદવ સહિતનાઓ ફરાર

સુરતના ચોક બજાર પોલીસ મથકમાં ચિરાગ ગોટી ટોળકી સામે ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે તેના પિતાની ધરપકડ કરી હતી.

માથાભારે અને ભાગીદારને જ ડ્રગ્સ કેસમાં ફસાવવાનો કાવતરૂ રચનાર ચિરાગ ગોટીના આતંકના ભોગ બનેલા સામે આવી રહ્યા છે. ત્યારે ચિરાગ ગોટી તેના ભાઈ નિરાંત ગોટી, પિતા ઘનશ્યામ ગોટી સહિતનાઓ દ્વારા અનેકને શિકાર બનાવ્યા હોય જીજ્ઞેશ વ્યાસ નામના ઈસમને પણ માર મારી કરોડોની પ્રોપર્ટી પચાવી પાડી હતી. જેને લઈ ખંડણી સહિતની ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી હતી. જ્યારે હાલમાં ચિરાગનો ભાઈ નિરાંત, યુવરાજ જાદવ સહિતનાઓ ફરાર છે.

Exit mobile version